પોર્ન કન્ટેન્ટ કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ઇડીનું સમન્સ

પોર્ન કન્ટેન્ટ કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ઇડીનું સમન્સ

પોર્ન કન્ટેન્ટ કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ઇડીનું સમન્સ

Blog Article

અશ્લીલ ફિલ્મોના કથિત ગેરકાયદેસર વિતરણ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને સમન્સ પાઠવ્યું હતું. અગાઉ કેન્દ્રીય એજન્સીએ મુંબઈમાં કુન્દ્રાના ઘર પર દરોડા પાડ્યા હતા.

મોબાઈલ એપ્સ દ્વારા પોર્નોગ્રાફિક સામગ્રીના ઉત્પાદન અને વિતરણ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) શુક્રવારે બિઝનેસમેન  રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. ED કુન્દ્રાના મુંબઈના જુહુના નિવાસસ્થાન સહિત લગભગ 15 જગ્યાઓ પર સર્ચ કાર્યવાહી કરી હતી.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ઘણા મહિનાઓથી EDના રડારમાં છે. તેની સામે ‘હોટશોટ્સ’ એપ્લિકેશન દ્વારા સ્ટ્રીમ કરાયેલી અશ્લીલ  સામગ્રીનું વિતરણ કરવાનો છે. આ એપ અગાઉ એપલ અને ગૂગલ પ્લે જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હતી, પરંતુ જાહેર અને કાનૂની તપાસ બાદ દૂર કરવામાં આવી હતી.

EDના કેસમાં આરોપ છે કે કુન્દ્રાએ તેમની કંપની આર્મ્સપ્રાઈમ મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો ઉપયોગ એપની કામગીરીનું સંચાલન કરવા માટે કર્યો હતો. વધુમાં એવો દાવો કરવામાં આવે છે કે આર્મ્સપ્રાઈમે યુકે સ્થિત કેનરીન પ્રાઈવેટ લિમિટેડને એપના વેચાણની સુવિધા આપી હતી, જે અશ્વીલ સામગ્રીના અપલોડ અને સ્ટ્રીમિંગમાં નિમિત્ત બની હતી.

વેબ સિરીઝ ઓડિશનના બહાને આ એપ કથિત રીતે મહત્વાકાંક્ષી કલાકારોને લલચાવી હતી. આ પછી અર્ધ-નગ્ન અથવા નગ્ન દ્રશ્યો ફિલ્માવવા માટે દબાણ કરવામાં આવતું હતું. પોલીસે દાવો કર્યો હતો કે કુન્દ્રાના ફોનમાં કેનરીન સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોનો પુરાવો આપતી WhatsApp ચેટ્સ હતી, જેમાં 119 એડલ્ટ ફિલ્મો 1.2 મિલિયન ડોલરમાં વેચવાની ચર્ચાનો સમાવેશ થાય છે.

કુન્દ્રાની કાનૂની લડાઈ નવી નથી. 2021માં અશ્લીલ સામગ્રી સંબંધિત કેસમાં મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને પછીથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

Report this page